Monday 4 December 2017

એક સાચો બીસનેસમેન કોને કેવાય.


આજે જે સ્ટોરી તમારી સાથે શેર કરી રહ્યો છું એ સત્ય ઘટના પર આધારિત છે.
 - થોડા ટાઇમ પેલા હું એક  બિલ્ડર નિ ઓફીસ પર ગયો હતો મારા પપ્પા સાથે. મારા પપ્પા બાંધ-કામ ના બીસનેસ સાથે સંકળાયેલા છે એટલે તેને બિલ્ડર નિ ઓફીસ પર અવાર નવાર જવાનું જ હોય પણ તે દિવસે મારે કોલેજ માં રાજા હતી તેથી હું પણ સાથે ગયો હતો.
 - ત્યાં ઓફીસ પર જયને હું સોફા પર બેઠો અને મારા પપ્પા પેલા બિલ્ડર સાથે વાતો માં લાગી ગયા. થોડી વાર થય એટલે એક વ્યક્તિ ઓફીસ માં એન્ટર થયો અને આવી ને પેલા બિલ્ડર ને કેહવા લાગ્યો કે “જુઓ આ નવું ટેન્ડર આવ્યું છે. ૧૦ કરોડ નો માલ આપણને ૮ કરોડ માં આપવા તય્યાર છે આ પાર્ટી.” આ સાંભળી ને પેલા બિલ્ડરે તરત જ ના પડી દીધી.
 - આ બધું સાંભળી ને મને થોડું આશ્ચર્ય થયું કેમ કે , મેં પેલો એવો બિલ્ડર જોયો હતો જે ઓછા ભાવે મળતા માલ-સમાન ને સીધે-સીધી ના પડી દે.
 - હું આ વિષે વિચારી જ રહ્યો હતો કે પેલો એ જ વ્યક્તિ પાછો ઓફીસ માં આવ્યો. અને આવતા નિ સાથે જ પેલા બિલ્ડર ને કેહવા લાગ્યો કે “ સર , કેમ તમે આ ઓછા ભાવે મળતા માલ-સમાન ને ના પડી દીધી. આનાથી આપણને ૨ કરોડ રૂપિયા નો ફાયદો થતો હતો.” આ સંભાળ તા જ પેલા બિલ્ડરે તેને કહ્યું કે “ આવ અહી મારી પાસે બેસ “ ત્યારે મને ખબર પડી કે તે વ્યક્તિ પેલા બિલ્ડર નો મેનેજર હતો. પાસે બોલાવીને પેલા બિલ્ડરે કહ્યું કે “ જો તને એમ થતું હશે કે આ કેવો વ્યક્તિ છે જે પોતાના નફા ને ના પડી દે છે. પણ આ જે ૨ કરોડ જે હું વધારે આપવા માગું છું એ હકીકત માં મારું યોગદાન આપું છું.આ સમાજ ને ચલાવવા માં., જો હું તને સમજાવું , આપડે આ માલ-સમાન નો કોન્ટ્રાક્ટ નાના નાના ૧૦ થી ૧૫ વેપારીઓ ને આપીએ છીએ. હવે એ વિચાર કે એક વેપારી પાસે ૫ થી ૧૦ નાના નાના કામદારો હશે. હવે આપણે આ કોન્ટ્રાક્ટ આ નાના નાના વેપારી ને આપીએ તો તેની પાસે રહેલા લગભગ ૧૦૦ થી ૧૫૦ લોકો ને રોજગારી મળશે. તેથી તેના ઘરને કેટલા સભ્યો ને રોજનું ભોજન મળી રેહશે. હવે તું વિચાર કે હું આ કોન્ટ્રાક્ટ કોઈ મોટા વેપારી ને આપી દવ માત્ર થોડો નફો મેળવવા તો આ બધા લોકો ને રોજગારી નય મળે અને સાથે સાથે એના ઘર ના સભ્યો ને સાંજે જમવાનું પણ કદાચ ના મળે એમ પણ બને. એટલે એ મારી ફરઝ બને હું આ બધી બાબતોનું નું ધ્યાન રાખું.” એ બિલ્ડર નિ આ વાત સાંભળી મને ખુબ આનદ થયો કારણ કે મેં પેલો એવો વ્યક્તિ જોયો હતો જે સમાજ માટે આટલું વિચારે.
 - આ વાત કરતા કરતા તેની નજર મારા પર પડી , એટલે એને મને પૂછ્યું કે “તું કોણ છો.”  
- એટલે મારા પપ્પા એ કહ્યું કે “આ મારો દીકરો છે”.
- એટલે બિલ્ડરે પૂછ્યું કે “શું કરે છે આ”
- મારા પપ્પા એ કહ્યું કે “ તે એમ.બી.એ. કરે છે”.
- આટલું સંભાળતા જ તેને મને પાસે બોલાવ્યો અને કહ્યું “તું જીવન માં શું બનવા માંગે છે”. મેં કહ્યું કે “હું તમારી જેમ એક બીસનેસમેન બનવા માગું છું” એટલે તરત જ એને મને પૂછ્યું કે “બીસનેસમેન બની ને તું શું કરીશ” આ સવાલ સંભાળતા જ મને થોડી નવાય લાગી , કારણ કે મને કોઈએ આ પેલા આ સવાલ પૂછ્યો જ ના હતો. એટલે મેં જે મારા જીવન માં ગોલ સેટ કર્યા હતા તે કહી દીધા. એટલે મને કે “બસ આટલું જ , આ તો તું ખાલી પૈસા કમાવવા માંગે છો. તું બીસનેસમેન ના બની શકે.” આ સંભાતા જ મેં કહ્યું કે કેમ હું બીસનેસમેન ના બની શકું. એટલે એને મને સમજાવતા કહ્યું “ કે જો એક બીસનેસમેન નો ધર્મ હોય છે કે એ સમાજ ના બધા જ વર્ગ વિષે વિચારે. તે માત્ર તારા વિષે જ વિચાર્યું છે. એટલે તું બીસનેસમેન ના બની શકે. એક સાચો બીસનેસમેન એને જ કેવાય જે સમાજ વિષે વિચારે , સમાજ ના બધા જ વર્ગ ના વિકાસ વિષે વિચારે અને માત્ર એટલું જ નય પણ સમાજ અને દુનિયા ને રેહવા માટે નું સારું સ્થળ બનાવે જેમાં બધા જ સુખ અને શાંતિ થી રહી શકે.” એટલે મેં કહ્યું કે આજ થી હું પણ માત્ર મારા વિષે નય પણ બધા જ વિષે વિચારીશ.
- પછી અમારે ત્યાંથી જવાનું થયું. પણ જતા જતા મેં એ બિલ્ડર ને કહું કે “ એક વાર જીવન માં મને જયારે પણ તક મળશે ત્યારે હું તમારી સાથે બીસનેસ કરવાનું પસંદ કરીશ” ત્યારે એને પણ જવાબ આપતા કહ્યું કે “હું પણ એ સમય નિ વાટ જોઇશ”
- ખરેખર એ મુલાકાત મારા માટે જીવન ભર નિ યાદ બની ને રેહશે. જીવન માં પેલી વાર એક એવી વ્યક્તિ સાથે મુલાકાત થય જે બધા જ વિષે આટલું વિચારે. તે દિવસે મને એવો અનુભવ થયો કે આજનો મારો દિવસ સફળ થયો.
- મિત્રો આપડે પણ ખરેખર વિચાર વાનિ જરૂર છે કે જો સમાજ માં બધા જ આવું વિચારે તો આપણે આપણા સમાજ ને એક આદર્શ અને શ્રેષ્ઠ સમાજ ના બનાવી શકીએ. જેમાં સમાજ ના બધા વર્ગ ના બધા લોકો સુખ અને શાંતિ થી રહી શકે અને બધા નો જ વિકાસ સમભવ બને. આ વિષે બધા એ જ વિચાર વાની જરૂર છે. વિચારશો ને મિત્રો????

By :- Nikunj A. Sakariya

7 comments:

ગુજરાતી બકા

Popular Posts

બકો હજી જીવતો છે

બકો હજી જીવતો છે
બકો જીવતો જ રેશે , જે થાય એ કરી લ્યો.